મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત


SHARE









મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત

મોરબી જિલ્લાના નારણકા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી હસમુખભાઈ છગનભાઈ કારોલિયાએ પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા હસમુખભાઈ પોતાના ફાર્મ પર ૫૦ જેટલી ગૌમાતાનું જતન કરી રહ્યા છે. તેઓ આ ગૌધનના છાણ અને ગૌમૂત્રના પવિત્ર સમન્વયથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા પ્રાકૃતિક કૃષિના ઘટકો જાતે તૈયાર કરીને પોતાની જમીનમાં વિવિધ પાક લઈ રહ્યા છે.

હાલમાં તેમણે પોતાના ખેતરમાં હળદર અને શેરડીનું વાવેતર કર્યું છે, એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ આ પાકોનું આયોજનબદ્ધ મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) કરીને બજારમાં સીધું વેચાણ કરી બમણી કમાણી કરી રહ્યા છે. આ હરિયાળી ક્રાંતિમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગનો પ્રોત્સાહક અભિગમ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સરકાર દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિના સંસાધનો વિકસાવવા માટે જરૂરી ટેન્ક, પંપ અને અન્ય અદ્યતન સાધનો વસાવવા હેતુસર રૂ. ૧,૦૦,૦૦૦ ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

આ સરકારી પીઠબળ અંગે ખુશી વ્યક્ત કરતા હસમુખભાઈ જણાવે છે કે, “સરકાર તરફથી મળેલી સાધન સહાયને કારણે અમારું ખેતીકામ ઘણું ઝડપી અને સરળ બન્યું છે, જેનાથી મોટો આર્થિક ફાયદો થયો છે. આ ઉપરાંત, સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાતા વિવિધ સેમિનાર, ક્ષેત્ર મુલાકાતો અને કૃષિ શિબિરોનો લાભ લઈને અમે નવીન તકનીકો શીખ્યા છીએ અને હવે ગામના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ નફો મેળવવાનું પ્રેરણાદાયી સમજ આપી રહ્યા છીએ.” સરકારના કૃષિ કલ્યાણના આ અભિગમથી નારણકાના આ ખેડૂત જેવા મોરબી જિલ્લા અને સમગ્રે રાજ્યના અનેક આજે ખરા અર્થમાં સમૃદ્ધિના પંથે અગ્રેસર બન્યા છે.




Latest News