મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું


SHARE









મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું

દેશના તેજસ્વી અને અસાધારણ ક્ષમતા ધરાવતા બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાના ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૨૬ માટેના પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)" અંતર્ગત ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય એવોર્ડ એવા બાળકોને એનાયત કરવામાં આવે છે જેમણે સાહસિકતા, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ તેમજ ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આ પુરસ્કાર માટે અરજી કરનાર બાળકની ઉંમર નોમિનેશનના સમયે ૧૮ વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે.


પાત્રતા ધરાવતા રસ ધરાવતા બાળકો, તેમના વાલીઓ, શાળાઓ તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પોતાની નોંધપાત્ર સિદ્ધિ કે સેવા અંગેના સત્તાવાર આધાર-પુરાવા સાથે તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં ભારત સરકારના સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર જઈને ઓનલાઈન નોમિનેશન કરાવી શકે છે. આ પુરસ્કારની પસંદગી પ્રક્રિયા, નિયમો અને પાત્રતા અંગેની વિગતવાર માહિતી પણ આ જ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર અંગેની કોઈપણ પ્રકારની મૂંઝવણ, માર્ગદર્શન કે વધુ માહિતી મેળવવા માટે મોરબી જિલ્લાના નાગરિકોએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૩૧, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૨’ ની કચેરીનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે, તેમ મોરબીના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ ડી. શેરસીયાની યાદીમાં જણાવાયું છે.




Latest News