માળીયા (મી) તાલુકાના પીપળીયા, સરવડ અને ચાચાવદરડા ગામે યુવા જોડો અભિયાન
મોરબીમાં ટ્રાફિકને નોતરતી રવિવારની બજારને નદીના પટમાં ખસેડવાની માંગ
SHARE









મોરબીમાં ટ્રાફિકને નોતરતી રવિવારની બજારને નદીના પટમાં ખસેડવાની માંગ
મોરબીમા રવિવારની ગુજરી ભરાઇ તેની સામે વાંધો નથી પણ ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે.અકસ્માત થાય તેવી ભીતી સાથે ભીડ ઉભરાય છે.ટ્રાફિક પોલીસની રવિવાર પુરતી ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ.તેવી ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજૂઆત કરેલ છે.
મોરબી-૨ વિસ્તારમાં પાડાપુલ નીચે દર રવિવારે ગુજરી બજાર ભરાઇ છે તેની સામે વાંધો નથી નાના લોકો ધંધો કરે તેની સામે પણ કોઇને વાંધો ન જ હોય પણ દર રવિવારે ટ્રાફિક સમસ્યા બેકાબૂ બને છે.મોટરસાયકલ, રીક્ષા તથા અન્ય વાહનો રેલ્વેના નાલાની નીચે વચ્ચોવચ્ચ હોય છે. માણસ ચાલી પણ ન શકે તો વાહન તો શું ચાલે.ટ્રાફિક વધી જાય છે.મોરબી ઉદ્યોગોની નગરી છે. દરેક રાજ્યમાંથી લોકો રોજગાર માટે મોરબી આવે છે તે બધા અને સમગ્ર મોરબીના લોકો રવિવારીમાં ખરીદી કરવા જતાં હોવાથી ટ્રાફિક જામ થાય છે.ભારતીય બંધારણમા દરેક લોકોને ધંધો કરવાનો અધિકાર છે.તેઓ ધંધો કરી શકે અને પ્રજાને ટ્રાફિક સમસ્યા પણ ન થાય તે માટે ત્યાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવવા માટે મુકાય તેમજ રવિવારે ભરાતી ગુજરી બજાર બેઠા પુલ ઉપર મેઇન રોડની બંને તરફ બેસવા કે લારી-પાથરણા રાખવાને બદલે જીઇબી કચેરીની પાછળના ભાગે નદીના પટમાં અંગરના ભાગે ધંધાર્થીઓ બેસે તેવી વ્યવસ્થા કરાવવામાં આવે તે માટે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.
