મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા


SHARE









હળવદના ઘનશ્યામપુર ગામે વાડી નજીક જુગાર રમતા 7 શખ્સો પકડાયા

હળવદના ઘનશ્યામપુર ગામથી કોંઢ તરફ જવાનો રસ્તો ઉપર આવેલ વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 32,460 રોકડા કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘનશ્યામપુર ગામની સીમમાંથી કોંઢ ગામ તરફ જવાના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ (45), દિનેશભાઈ નરસીભાઈ સોનાગ્રા (42), અંબારામભાઈ ગોરધનભાઈ સોનાગ્રા (40), દયારામભાઈ લક્ષ્મણભાઈ સોનાગ્રા (50), દયારામભાઈ ભીખાભાઈ ધારીયા (40), રઘુવીરસિંહ ખોડુભા ઝાલા (60) અને જગદીશભાઈ મુગટલાલ રાવલ (51) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 32,460 ની રોકડા કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

વરલી જુગાર

મોરબીના લાલપર ગામ પાસે બસ સ્ટેશન નજીક વરની જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા રહેતા રાહુલભાઈ નટુભાઈ ચોવીસીયા (23) રહે. લખધીરપુર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 180 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે




Latest News