હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત

મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતી ચક્કર આવતા અચાનક ઢળી પડી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જ્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતી ક્વાર્ટરમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળે વિસેરા લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. જયારે ઇંગોરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત નીપજયું છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા જગદીશભાઈ વરમોરાની 22 વર્ષની દીકરી ધ્રુવીબેન વરમોરા યોગા કરીને ઘરે આવી હતી અને ત્યાં ઘરે અચાનક તેને ચક્કર આવતા તે ઢળી પડી હતી જેથી ધ્રુવીબેનને તાત્કાલિક તેના પિતા જગદીશભાઈ વરમોરા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.

મૂળ દાહોદ જિલ્લાની રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં ત્રીજા માળે રહેતી અને ત્યાં નર્સ તરીકે કામ કરતા પ્રિયંકાબેન રમેશભાઈ નીસરતા (20) નામની યુવતી તેના ક્વાર્ટરમાંથી બેભાન હાલતમાં મળી આવેલ હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વિસેરા લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધૃવરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલ વિપુલભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા (32) નામની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક મહિલાના પતિ ગોવિંદભાઈ શંભુભાઈ રાઠવા (35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણે કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News