મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનના સાત વર્ષના દીકરાને ઉલ્ટી થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેને સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બાળકનું મોત થયું હતું જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબીના રાજપર ચાચાપર રોડ ઉપર આવેલ રબારી કોલોની સામેના ભાગમાં સદગુરુ કોટન પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની લેબર કોલોનીના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલેશ રકસિંહ મંડલોઇ (24) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં આવેલ પોતાના રૂમની બાજુમાં આવેલ ખાલી પડેલા રૂમમાં છતમાં લગાવેલા હુકની સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ કુંવરસિંહ રકસિંહ મંડલોઇ (33) રહે . હાલ રાણાવાવ તાલુકો પોરબંદર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ગુરુકુળ નજીક પ્રભુભાઈ શેઠની વાડીએ રહીને મજૂરી કામ કરતાં રવિભાઈ દૂડવેના સાત વર્ષના દીકરા પિંકી દૂડવેને વાડીએ હતો ત્યારે ઉલટી થઈ હતી અને ત્યારબાદ ગળામાં શ્વાસ લેવામાં તેને શ્વાસ રૂંધાતો હતો જેથી 108 મારફતે તે બાળકને તેના પિતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.




Latest News