મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા


SHARE









મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

સરહદી અને વ્યાપારી સુરક્ષાના આ સુદ્રઢ સમન્વય અંગે હકારાત્મક અભિગમ સાથે મોરબી જિલ્લાની દરિયાઈ સરહદોની સજ્જતા અને આર્થિક ગતિવિધિઓ પર ચુસ્ત દેખરેખ રાખવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નવલખી પોર્ટની મહત્વપૂર્ણ ક્ષેત્રીય મુલાકાત લેવામાં આવી હતી.

આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પોર્ટ પર હાલમાં લાંગરેલા અને કાર્યરત વિવિધ વેસલ્સ (માલવાહક જહાજો) માં થઈ રહેલા માલસામાનના પરિવહનની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સમગ્ર પોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, શ્રમિકો અને તંત્રની સલામતીના માપદંડો તેમજ પરિસરમાં જળવાતી સ્વચ્છતા જેવી પાયાની અને સંવેદનશીલ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી.

પોર્ટની ગતિવિધિઓની ચકાસણી બાદ કલેક્ટરએ નવલખી પંથકના સંવેદનશીલ ગણાતા ક્રિક (ખાડી) વિસ્તારની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. ચોમાસાની વર્તમાન ઋતુ અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વના એવા આ દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત બને અને કોઈપણ શંકાસ્પદ હલચલ પર બાજ નજર રાખી શકાય તે હેતુથી તેમણે દરિયાઈ સુરક્ષા અને કોસ્ટલ પેટ્રોલિંગની વ્યવસ્થાઓની તાગ મેળવ્યો હતો.

સ્થાનીકો-માછીમારોના પ્રશ્નોની કરાઈ સમીક્ષા

મોરબીના કલેક્ટર દ્વારા મીઠા ઉદ્યોગો અને સ્થાનિક મીઠા પકવતા નાના અગરિયાઓ માટેની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જુમાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો તેમજ માછીમાર પરિવારો સાથે મુલાકાત કરી, તેમના રોજગાર અને પાયાની સુવિધાઓને લગતા વિવિધ સ્થાનિક પ્રશ્નોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અને ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારમાં સર્જાતી વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાણી ભરાવવાની સમસ્યાવાળા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ ભવિષ્યમાં સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સ્થળ પર જ ટેકનિકલ ચર્ચા કરીને સૂચનાઓ આપવામાં આવી હતી.




Latest News