માળીયા (મી)નાં વિરવિદરકા ગામે તળાવ પાસે જુગાર રમતા છ શખ્સો ૫૪,૧૦૦ની રોકડ સાથે ઝડપાયા
SHARE









માળીયા (મી)નાં વિરવિદરકા ગામે તળાવ પાસે જુગાર રમતા છ શખ્સો ૫૪,૧૦૦ની રોકડ સાથે ઝડપાયા
માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામના તળાવની પાછળ ખેતરના શેઢે લાઈટના અંજવાળે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે ૫૪,૧૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
માળીયા તાલુકા પીએસઆઈની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિરવિદરકા ગામના તળાવની પાછળ ખેતરના શેઢે લાઈટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગોવિંદસંગ દાદુભા ગઢવી જાતે ગઢવી (૪૯), કુપાલસંગ ગંભીરસંગ ગઢવી જાતે ગઢવી (૩૫), ઈકબાલભાઇ ગનીભાઇ પાયક જાતે ધાંચી (૪૨), સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા જાતે કોળી (૪૦), દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન જાતે પઠાણ (૬૪) અને રફીકભાઇ ગકુરભાઇ સંધવાણી જાતે મિંયાણા (૩૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૪,૧૦૦ નો મુદામાલ કબ્જે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તેમજ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, ભગીરથસિહ ઝાલા, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.
