મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સમાં કોર્સ પાસ
મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
SHARE









મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ગઇકાલે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પના મૂળ બેંગલોર અને હાલમાં મોરબી રહેતા શ્રીમતી રસીલાબેન લલિતભાઈ રાવલ દાતા હતા અને કેમ્પનું આયોજન નરેશભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ૧૨૦ જેટલા દર્દીઓને ડૉ.હસ્તીબેને તપાસીને ત્રણ દીવસની દવા આપી હતી અને મહેશ્વરી હોસ્પિટલના ડો.હાર્દિક જેશ્વાની, ઓમ લેબના સહદેવસિં ઝાલાના અનુદાનથી ૧૪૦ જેટલી વ્યક્તિના બ્લડ સુગર અને બીપી ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે કેતનભાઈ મેહતા, કવિબેન, રૂચિબેન, રશ્મિભાઈ દેસાઈ, જયસુખભાઇ પટેલ, કોઠારીભાઈ અને નરેશભાઈએ જહેમત ઉઠાવી હતી
