માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા


SHARE









મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અને મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ "સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ-2026" નો ભવ્ય સમાપન સમારોહ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં યોજાયો હતો અને ત્યારે યોજાયેલ ફાઇનલ મેચમાં રાજકોટની ટીમને હરાવીને જામનગરની ટિમ વિજેતા બનેલ છે.

ગત તા. 6/7/2026 થી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી અને તેમાં ગુજરાતના 11 જિલ્લામાંથી ટીમોએ ભાગ લીધો હતો. અને શુક્રવારે મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં રાજકોટ અને જામનગરની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં જામનગરની ટીમ વતી અવની મીઠાપરા અને સંજના મેનિયા દ્વારા 2-2 અને માનસી ધાપા, ઉર્મિલાબેન ધોરીયા તથા દિવ્યા પટેલ દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાની ટીમ દ્વારા 3 સેલ્ફ ગોલ થતાં મેચના અંતે ફાઇનલ સ્કોર 10-0 થી જામનગરની ટીમ વિજેતા બની હતી. આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે ગુજરાતની સ્ટેટ ટીમના કેમ્પ માટે 30 પ્લેયર અને 5 સ્ટેન્ડ બાય પ્લેયરનું સિલેકશન પણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ચેમ્પિયન અને રનર્સ-અપ ટીમને મેડલ તથા ટ્રોફી મોરબી ડિસ્ટ્રિક્ટ એસો.ના પ્રમુખ ડૉ. દેવેનભાઈ રબારી, ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ બિનોદભાઈ અને એસો.ના સેક્રેટરી જીતુભાઈ રબારીના હસ્તે આપવામાં આવી હતી. આ તકે ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રમતગમત એ માત્ર હાર-જીતનો ખેલ નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, શિસ્ત અને ક્યારેય ન હારવાની જીદ શીખવે છે. મોરબી ફૂટબોલ એસોસિએશનનું એક જ વિઝન છે દરેક મેદાન પર આપણી દીકરીઓ રમે, ખીલે અને દેશનું નામ રોશન કરે. અમે સ્થાનિક સ્તરે ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. આ સમાપન સમારોહમાં રમતપ્રેમીઓ સહિતના હાજર રહ્યા હતા.




Latest News