મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE









મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ કારખાના પાસે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વુડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ખીમરાજભાઈ મેડા (32)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, કારખાનાના બહારના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર એમપી 45 ઝેડ 1885 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ધરમપુર રોડ ઉપર આવેલ મંદિર પાસેથી આરોપી અલ્લારખાભાઈ કાસમભાઇ કાણા રહે. વનાળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 70 હજારનું બાઈક કબજે કરવામાં આવ્યું છે.




Latest News