મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામના સ્મશાન નજીક રોડ સાઈડમાં બંધ પડેલા આઇસર ટ્રકની પાછળના ભાગમાં સીએનજી રીક્ષા અથડાઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિરની પાસે રહેતા વિજયભાઈ મૂળજીભાઈ મુછડીયા પોતાની રીક્ષા નંબર જીજે 36 યુ 1952 લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામના સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્વિસ રોડ ઉપર બંધ પડેલા આઇસર નંબર જીજે 36 વી 8544 ની પાછળના ભાગમાં તેની રીક્ષા અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વિજયભાઈને માથા તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દિનેશભાઈ મૂળજીભાઈ મુછડીયા (33) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે મોરબી વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાહેરનામાના ભંગની ફરિયાદ
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઇન બજારમાં આવેલ યાદવ સ્ટોર નામની દુકાનમાં ચેક કરવામાં આવતા ત્યાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ 12 નંગ મળી આવતા પોલીસે 360 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર રવિભાઈ જીતુભાઈ બોરીચા (29) રહે. વાણીયા શેરી જવાસા રોડ વાંકાનેર વાળાને પકડીને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી