મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનુ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ બોસીયા (38)ટ્રક નંબર જીજે 36 વી 4360 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસેથી તેઓના ભાઈ મનસુખભાઈ મોતીભાઈ પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 1681 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News