મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી


SHARE









મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

 

મોરબીના જોધપર નદી ગામે રહેતી પરણીતાને તેના સાસુ, જેઠ અને જેઠાણી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને કંટાળી જઈને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના જોધપર નદી ગામે આંબારામભાઈની વાડીએ રહેતા રજિયાબેન જબારખાન બ્લોચ (22) એ હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે જરીનાબેન મીરખાન બ્લોચ, જનમબેન મહમદખાન બ્લોચ અને રૂસ્તમખાન મીરખાન બલોચ રહે. બધા હડમતીયા ગામે જયેશભાઈ પટેલની વાડીએ તાલુકો ટંકારા મૂળ રહે.બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓને તેના સાસુ ઝરીનાબેન, જેઠ રૂસ્તમભાઈ અને જેઠાણી જેનમબેન દ્વારા મેણાંટોણા મારીને શરરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેનાથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

જાહેરનામાનો ભંગ

હળવદની સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલની પાછળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્સમાં લોટસ સ્પા આવેલું છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય સ્પાના સંચાલક મંગાભાઈ હીરાભાઈ રાજપરા (39) રહે.હળવદની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News