મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને વારસાઈ કરાવનારા દીકરા સામે માતાએ નોંધાવી ફરિયાદ


SHARE









હળવદના મયુરનગર ગામે ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને વારસાઈ કરાવનારા દીકરા સામે માતાએ નોંધાવી ફરિયાદ

હળવદના મયુરનગર ગામે માતાના નામે આવેલ જમીનને પોતાના નામે કરવા માટે દીકરાએ ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને ખોટી વારસાઈ બનાવી હતી અને પોતાનું તથા તેના ભાઈનું નામ વારસાઈમા ચડાવી દીધું હતું જેથી હાલમાં ભોગ બનેલ માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દીકરા સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ હળવદ તાલુકાના મયુરનગર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી ખાતે રહેતા ગીતાબેન દિલીપભાઈ ડાંગર (54) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા ધવલભાઈ દિલીપભાઈ ડાંગર રહે. શ્રીનાથજી સોસાયટી, રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના મયૂરનગર ગામે તેઓના નામની ખેતીની જમીન સર્વે નંબર 923 પૈકી 2 વાળી આશરે 10 વીઘા જમીન ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જાણ બહાર ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ તૈયાર કરીને ફરિયાદીના નામની ખોટી સહીઓ કરી અથવા કરાવડાવીને ખોટી વારસાઈ બનાવી હતી અને તે ખોટી હોવાનું જાણતા હોવા છતાં પણ વારસાઈમાં પોતાનું અને પોતાના ભાઈ સાગરનું નામ ચડાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી હોય હાલમાં માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દીકરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News