મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા


SHARE







મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા

મોરબીમાં ખાનગી વીજ કંપનીના પોલ સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં એમઆરસી કમિટીની રચના કરવાની છે તેને લઈને કલેક્ટર કચેરી ખાતે મંત્રીની હાજરીમાં ખેડૂત પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી તે પ્રકારના સમાચાર તંત્ર દ્વારા આપવામાં આવી હતા જેને લઈને જેતપર ગામેથી ખેડૂત આંદોલન સમિતિ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ખેડૂતો આજની તારીખે પણ પોતાની માંગણી ઉપર મક્કમ છે

મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિના સભ્ય નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે હાલમાં વીજ પોલ ઊભા કરી રહી છે તે ભવિષ્યમાં 183 ગીગા વોટ વીજળીનું ઉત્પાદન કરીને તેનું જુદાજુદા રાજ્યમાં વેચાણ કરીને નફો કરવા માંગે છે ત્યારે ખેડૂતોના ફળદ્રુપ ખેતરની અંદર વીજપોલ નાખીને ખેડૂતો તથા તેના પરિવારજનો અને પશુઓ ઉપર 25 વર્ષ સુધી જોખમ લટકતું રહેવાનું છે જેથી ખેડૂતોની માંગ મુજબ રાજ્ય સરકારે દરમિયાનગીરી કરીને ખેડૂતોને વળતર મળે તે માટેના પ્રયાસો કરવા જોઈએ જો કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓની સામે ગત તા. 4/7/26 ના રોજ નવી વળતર નીતિનો પરિપત્ર બહાર પાડ્યો હતો તેનો 365 જેટલી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે વિરોધ વ્યક્ત કરીને કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ખેડૂતોની માંગણી મુજબ તેઓને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે

જોકે સરકાર દ્વારા જે નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી મોરબી જીલ્લામાં આ કમિટી બનેલ નથી તેવામાં કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિ સાથે બેઠક કરવામાં આવી હોવાના તંત્રના સમાચારનું ખેડૂતોએ ખંડન કર્યું છે અને વધુમાં આક્રોશ સાથે કહ્યું છે કે, હાલમાં ગુજરાતમાં ચૂંટાયેલા ઘણા ખેડૂત નેતાઓ મૌન છે તેઓને આગામી સમયમાં જવાબ આપવામાં આવશે અને ગામડે ગામડે ખેડૂતો દ્વારા 144 લગાવીને પૂરી તાકાત સાથે વીજ લાઈનનો વિરોધ કરવામાં આવશે જોકે મોરબીમાં મંત્રીએ જે બેઠક કરી હતી તેમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો જ હજાર હતા અને તેવું જેતપર આંદોલન સમિતિએ જણાવ્યુ છે.






Latest News