મોરબીમાં વીમા કંપનીએ સામાન્ય કારણ આપી વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી રકમ વ્યાજ સહિત મળી મોરબીની માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા કેમ્પ યોજાયો મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપી ઘરેમાંથી જ ઝડપાયો વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા મોરબીના થોરાળા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ગ્રામજનો સાથે રાત્રીસભા યોજાઈ માળિયાના સરવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ મોરબી સબ જેલની કલેક્ટરે લીધી મુલાકાત: કેદીઓની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની કરી સમીક્ષા ટંકારાના મીતાણા ગામે વિચરતી જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ ફાળવણીના કલેક્ટરના હસ્તે હુકમો એનાયત કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા


SHARE







વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા

વાંકાનેર તાલુકામાંથી જુદી જુદી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે ત્યારે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થઈને કલેકટરની હાજરીમાં એક મીટીંગનું વાંકાનેર મામલતદાર ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગની અંદર એમઆરસી કમિટીની રચના બાબતે ચર્ચા થશે તેવું અધિકારીઓ ખેડૂતોને જણાવ્યું હતું. જોકે ખેડૂતોએ બે કલાક સુધી રાહ જોઈ તેમ છતાં પણ કલેકટર મિટિંગમાં આવ્યા ન હતા આટલું જ નહીં અન્ય જવાબદાર અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા ખેડૂતોએ જય જવાન, જય કિસાનના નારા લગાવીને મિટિંગનો બહિષ્કાર કરીને મામલતદાર કચેરી છોડી દીધી હતી

હાલમાં સમગ્ર ગુજરાતની અંદર વીજ કંપનીની લાઈનો પાથરવા માટેનું કામ ચાલુ છે અને તેના માટે વીજ પોલ ઉભા કરવાનું અને વીજ વાયર પાથરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને વળતર માટેની નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ગયું છે તેમ છતાં પણ એમઆરસી કમિટીની રચના કરવા માટેની કવાયત પણ તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે વાંકાનેર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે વીજ કંપનીની લાઈનો પસાર થાય છે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે કલેકટર ની હાજરીમાં મામલતદાર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રકારની જાણ રેવન્યુ તલાટી અને ગામના તલાટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકાના પંચાસીયા, કોઠારીયા, રાણેકપર, ધિયાવડ સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેથી 150 થી વધુ ખેડૂતો ત્યાં મિટિંગમાં આવ્યા હતા જોકે, 10:30 વાગ્યે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે મિટિંગ માટે 12:30 સુધી કલેક્ટર આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓના જવાબદાર અધિકારી પણ સભાખંડમાં ખેડૂતોને સાંભળવા માટે થઈને આવ્યા ન હતા

જેથી ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતોએ મામલતદાર કચેરીમાં જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને મીટીંગનો બહિષ્કાર કરીને તમામ ગામના ખેડૂતો ત્યાંથી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં એમઆરસી કમિટી ની રચના કરવા માટેનું પણ આયોજન કર્યું હોય આજે વાંકાનેર તાલુકાના ખેડૂતોને બોલાવીને જુદા જુદા ગામ દીઠ એમઆરસી કમિટીમાં એક એક સભ્ય માટે થઈને ચર્ચા થવાની હતી તેના માટે થઈને ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેવી વાત ખેડૂતો કહી રહ્યા છે જોકે એક બાજુ નવી નીતિ જે સરકાર દ્વારા વળતર માટે જાહેર કરવામાં આવી છે તેનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ તંત્ર દ્વારા એમઆરસી કમિટીની રચના કરવા માટે ખેડૂતો સાથે મીટીંગોનું આયોજન કરવામાં આવે છે અને તે મિટિંગમાં અધિકારીઓ ડોકાતા નથી જેથી ખેડૂતોમાં ભારોભાર રોશની લાગણી હોય તે સ્વાભાવિક છે






Latest News