મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE









હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

હળવદ પત્રકાર એસો. દ્વારા આગામી તા. 2/8/2026 ના રોજ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રઘુવંશી મહાજન વાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ અને સંકલ્પ કેમ્પનો ત્રિવેણી સંગમ કરવામાં આવેલ છે આ તકે , મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હળવદ પત્રકાર એસો. દ્વારા હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી ધક્કા ન ખાવા પડે અને પોતાના આંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ મળી રહે તે માટે યુવાનોને પોતાના પરિવારના વડીલો અને જરૂરિયાતમંદોને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે. આ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને દવાઓ આપવામાં આવશે, દર્દીને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે અને રક્તદાનની સાથે અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવા અને સંકલ્પ ફોર્મ ભરવાનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ડો. સેતુ જાસાણી, ડો. નિલેશ ચૌહાણ, ડો. આકાશ કુંડારિયા, ડો. નેન્સીબેન પટેલ, ડો. વિધિબેન પટેલ, ડો. અંકેશ પટેલ, ડો. અંકિત પટેલ, ડો. નિધિબેન વ્યાસ, ડો. અમિત પટેલ, ડો. હાર્દિકકુમાર હડિયાલ અને  ડો. મિલન માલમપરા સેવા આપવાના છે.




Latest News