મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ


SHARE









હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ

કહેવાય છે ને લાલચ બુરી બલા હૈ મૂળ રાજસ્થાન અને હાલમાં હળવદના સુખપર ગામ પાસે ચા, પાનની દુકાન ધરાવતા યુવાનને રેલવેના ખોદકામ દરમિયાન સોનાનો એક કિલોનો હાર તથા ત્રણ કિલો ચાંદીના સિક્કા મળી આવ્યા છે તેવું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સમયાંતરે પાંચ લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા જેની સામે યુવાનને ખોટો સોનાનો હાર આપવામાં આવ્યો હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ધાંગધ્રા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામની સીમમાં રામદેવ હોટલ સામે શ્રીરામ હોટલ આગળ ચા-પાનની દુકાન ધરાવતા સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (25) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ સોમાભાઈ ભાલીયા રહે. રાણપુરના અણીયારી રોડ પર આવેલ ખ્વાજા પાર્ક તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી વિજય તથા તેની સાથે આવેલા બે શખ્સોએ રેલવેના ખોદકામ દરમિયાન તેઓને ત્રણ કિલો ચાંદીના સિક્કા તથા એક કિલો સોનાનો હાર મળી આવેલ છે તેવું કહીને ફરિયાદીને સોનાનો હાર તથા ચાંદીના સિક્કા માર્કેટ ભાવ કરતા 40 ટકા સસ્તા આપવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી પહેલા 3 લાખ રૂપિયા ફરિયાદીની દુકાનેથી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાસલપુર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં બોલાવીને ત્યાંથી ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આમ કુલ મળીને ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને તેને ખોટો સોનાનો હાર આપવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવેલ હોય યુવાને વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News