મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE









હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

હળવદના કડીયાણા ગામે ખાનગી દવાખાનામાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ ડોક્ટર મળી આવ્યો હતો જેથી પોલીસે દવા તથા રોકડા રૂપિયા મળીને 45,682 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બોગસ ડોક્ટરની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ કડીયાણા ગામ પાસે ખાનગી દવાખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓને સારવાર કરીને લોકોના આરોગ્યની સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે નરેન્દ્રભાઈ જયંતીભાઈ કૈલા (42) રહે. હરીદર્શન પાર્ક સોસાયટી હળવદ વાળાને ઝડપી લીધો હતો અને ત્યાંથી 44,532 ની કિંમતની દવાઓ તથા 1150 રૂપિયા રોકડા આમ કુલ મળી 45,682 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોગસ ડોક્ટરની સામે બીએનએસની તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી




Latest News