મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ ફાયર બ્રિગેડ માટે કર્યા સૂચનો
મોરબીમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નના ખરીદ-વેચાણ ઉપર મૂકાયો પ્રતિબંધ
SHARE









મોરબીમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નના ખરીદ-વેચાણ ઉપર મૂકાયો પ્રતિબંધ
ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. માટે જિલ્લામા તા.૨૫/૧ સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. પટેલે પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિના જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવવા પર, હાથમાં લાંબા ઝંડા, વાંસના બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વિગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પર, ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર, પ્લાસ્ટિક-સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી-ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા ચાઇનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપર, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર કે ઉડાવવા ઉપર મનાઇ ફરમાવેલ છે.
