મોરબીમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્નના ખરીદ-વેચાણ ઉપર મૂકાયો પ્રતિબંધ
કમોસમી વરસાદ છાંટાથી મોરબી જીલ્લામાં રવીપાકનું વાવેતર કરનારા ખેડૂતોને નુકશાન
SHARE









કમોસમી વરસાદ છાંટાથી મોરબી જીલ્લામાં રવીપાકનું વાવેતર કરનારા ખેડૂતોને નુકશાન
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી તે મુજબ મોરબી જીલ્લામાં પણ છેલ્લા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વધુ પડતી ઠંડી તેમજ કમોસમી વરસાદના છાંટા પડવાથી હાલમાં ખેડૂતોએ રવિ પાકા લેવા માટે જે વાવેતર કર્યું છે તેમાં નુકશાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોને ચણા, જીરું, લસણ સહિતના પાકમાં નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે
છેલ્લા ઘણા સમયથી રૂતુ ચક્ર જાણે કે ફરી ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે અને કમોસમી વરસાદ ગમે ત્યારે થાય, ઉનાળામાં અતિશય તડકો પડે તેવું આપણે જોતાં આવીએ છીએ ત્યારે હાલમાં રવિ પાકા લેવા માટે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા ૫ થી ૭ સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ચોમાસા જેવુ વાતાવરણ થઈ ગયું હતું આટલું જ નહીં પરંતુ જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા જેથી કરીને મોરબી જીલ્લામાં રવી પાક લેવા માટે જે ખેડૂત દ્વારા તેના ખેતરોમાં જુદાજુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નુકશાની થયેલ છે
ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ કરીને આ કમોસમી વરસાદના છાંટાના લીધે ચણાના પાકમાં જે ખારસ આવી હોય તે જતી રહે અને મોલ પણ ખરી ગયો છે જેથી કરીને પાકમાં નુકશાન થશે તેવી જ રીતે જીરૂ અને લસણમાં વધુ પડતી ઠંડી અને કમોસમી વરસાદના છાંટાના લીધે નુકશાન થશે અને પાકનું ઉત્પાદન ઘટશે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલમાં જે રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે તેમાં આ વર્ષ પણ રાબેતા મુજબ ઘઉં પછી સૌથી વધી ચણા અને જીરુનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં આ કમોસમી વરસાદ અને વાતાવરણના પલટાના લીધે નુકશાન થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે
