કમોસમી વરસાદ છાંટાથી મોરબી જીલ્લામાં રવીપાકનું વાવેતર કરનારા ખેડૂતોને નુકશાન
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો
મોરબીની પી.જી. પટેલ કોલેજમાં એનએસએસ યુનિટ, પી.જી.પટેલ કોલેજ તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના સયુંકત ઉપક્રમે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ પી.જી.પટેલ કોલેજ ખાતે વિધાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગોકુલનગર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના પ્રમુખશ્રી ડો.પ્રેયસ પંડ્યા, લાયન મેમ્બર ડો.જયેશ પટેલ, અને મોરબી જીલ્લા એનએસએસ કો-ઓર્ડીનેટર વનીતાબેન કગથરાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ, ઉપરોક્ત કેમ્પમાં કોલેજના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને હોશભેર વેક્સીનેસન કરાવ્યું હતું. આ કેમ્પના સુચારુ આયોજનમાં ગોકુલનગર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ દ્વારા વેક્સીનેસન કરવામાં આવ્યું હતું. અને કેમ્પને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
