વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી


SHARE





મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી

મોરબી મહાપાલિકાના વોર્ડ નં-3 ના કોર્પોરેટરની મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી છે જેથી ચોતરફથી તેઓની ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

મોરબી માર્કેટ યાર્ડની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત પરીવર્તન પેનલના 9 ઉમેદવારો ચૂંટાયેલ છે અને સહકાર પેનલના 5 ઉમેદવારો ચૂંટાયેલા છે જોકે, આગામી સમયમાં માર્કેટ યાર્ડના ચેરમેનમ વાઇસ ચેરમેન સહિતના હોદેદારોની વરણી કરવામાં આવશે દરમ્યાન મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં ઠરાવ કરીને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં-3 ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલાની માર્કેટ યાર્ડમાં મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેથી તેઓને હાલમાં તેના શુભચિંતકો સહિતનાઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે




Latest News