મોરબીથી ચરાડવા જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની કારનો અકસ્માત: બેને ઇજા
મોરબી જીલ્લામાં આજથી કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ મૂકવાનું શરૂ
SHARE









મોરબી જીલ્લામાં આજથી કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ મૂકવાનું શરૂ
છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ત્યારે મોરબી જીલ્લામાં આજથી હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુની ઉમરના કો–મોર્બીડીટી ધરાવતા લોકોને કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થતાની સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના સેન્ટરો ઉપર કોરોના વેક્સિનના બીજા ડોઝના ૯ મહિના પુરા કરનાર લોકોએ વેક્સીન મૂકાવવા માટે લાઈનો લગાવી હતી
હાલમાં સમગ્ર દુનિયામાં કોવીડ–૧૯ ની ત્રીજી લહેર જોવા મળી રહી છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની સલામતી માટે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન મૂકવા માટે વડાપ્રધાનથી લઈને સરપંચ સુધીના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને આજથી સરકારની સુચના મુજબ સમગ્ર ભારતમા હેલ્થ કેર વર્કર્સ ફ્રંટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી મોટી ઉમરના કો–મોર્બીડીટી ધરાવતા લોકોને વેક્સીનનો પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રીકોશન ડોઝ લેવા માટે મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના સેન્ટરો ઉપર લાઈનો લાગી હતી મોરબી જીલ્લામાં ૯૫૦૦ લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવશે
