મોરબી જીલ્લામાં ૪ બાળકો સહિત કોરોનાના ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય વિભાગ-વહીવટી તંત્રમાં દોડધામ
માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત
SHARE









માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત
માળિયા (મી)ના વેજલપર ગામના તળાવમાં કાચબાના મોત થતા સરપંચે વનવિભાગને બનાવની જાણ કરી હતી જેથી કરીને વિભાગની ટીમે ત્યાં પહોચીને મૃતદેહને કબજોમાં લીધેલ છે અને મોતનું સાચું કારણ જાણવા માટે તેને પીએમ માટે ખસેડાયા છે.
માળિયા (મી)ના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા તે અંગેની વનવિભાગને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણ અને તેની ટીમ ત્યાં આવી હતી અને કાચબાના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગામે કાચબાઓના મોત થાય છે જો કે, તળાવમાં રહેલી માછલી સહિત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી જેથી કરીને પીએમ રીપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે
