મોરબીના જાંબુડિયા પાસે રાજસ્થાની ટ્રક ટ્રેલરમાંથી ૨૧ બોટલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા
મોરબીના વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ
SHARE









મોરબીના વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ દીકરીના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા દિપેશભાઈ નવનીતભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉંમર ૫૨)એ તેની ૧૮ વર્ષ અને ૯ મહિનાની દીકરી અંજલીબેન દિપેશભાઈ રાવલ પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર તા. ૧૦/૧ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરેથી નીકળી ગયેલ છે અને અંજલીની શોધખોળ કરવા છતાં પણ તેનો કોઇ જગ્યાએથી પતો નહીં લાગતા હાલમાં દિપેશભાઈ રાવલે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
