વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી
મોરબીમાં સતવારા જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE









મોરબીમાં સતવારા જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા સમાજના ભામાશાઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ.કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો આ તકે કોરોનાના લીધે મૃત્યુ પામેલ જ્ઞાતિજનોના આત્માને મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદમાં લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, ૫૫ વર્ષથી આ મંડળ કાર્યરત છે અને સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને ૫૫ થી ૬૦ હજારનો હોય છે. અત્યારે ૧૨૭ કુટુંબોને આ સહાય આપવામાં આવે છે આ ખર્ચને પહોંચી વળવા મંડળની એફડી આશરે ૨૯ લાખ છે તેમજ દર માસે, દર વર્ષે ફળો આપતા ભામાશાઓ, અનાજના રૂપમાં ફાળો આપતા આગેવાનો અને તહેવારોએ કીટમાં ફાળો આપતા દાતાઓનું સન્માન કરવામાં આવે છે જો કે, ગત વર્ષે કોરોનાને કારણે કાર્યક્રમ યોજાયેલ નહીં તેથી આ વર્ષે ૯૯ દાતાઓનું કુલહાર, શાલ અને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રવીણભાઈ પરમાર, મનજીભાઈ કંઝારિયા, દેવજીભાઈ ચાવડા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ડો. એન.એન. કંઝારિયા સહિતનાએ પ્રાસંગિક ઉદબોધ્ન કર્યું હતું આ કાર્યક્રમના પ્રમુખ અને મોરબી સતવારા નવગામના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ સર્વે ભામાશાઓ, ટ્રસ્ટીઓ અને સેવા કરતી ટીમને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, મંત્રી પ્રવીણભાઈ પરમાર, ઉપપ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, ટ્રસ્ટીઑ મણીભાઈ પરમાર,લખમણભાઇ કંઝારિયા, પ્રભુભાઈ નકુમ, મેરુભાઈ કંઝારિયા, મનજીભાઈ ડાભી, લક્ષ્મણભાઈ પરમાર, કાનજીભાઈ ચાવડા, ડો.એન.એન. કંઝારિયા, હરિભાઈ કંઝારિયા, રમણીકભાઈ પરમાર વગેરેએ જેહમત ઉઠાવેલ હતી
