માળીયા મિંયાણામાં વિવેકાનંદનગરમાં ૭૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, બે ની શોધખોળ
મોરબી પાલિકામાં પગારના નામે થયેલ ઉચાપતના કેસની નિષ્પક્ષ તપાસ કરવા મહેશભાઇ રાજ્યગુરુની માંગ
SHARE









મોરબી પાલિકામાં પગારના નામે થયેલ ઉચાપતના કેસની નિષ્પક્ષ તપાસ કરવા મહેશભાઇ રાજ્યગુરુની માંગ
મોરબી શહેર કોંગ્રેના માજી પ્રમુખ દ્વારા નગરપાલિકાના રીજોનયલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં મોરબી પાલિકામા અગાઉ બોગસ રોજમદારને કામ રાખીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ છે જેથી તેની તાપસ કરીને જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરેલ છે
મોરબી શહેર કોંગ્રેના માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, પાલિકા વિવાદોનો અખાડો બની ગયેલ છે અને પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સરૂપી નાણાની ભાજપ શાસિત નગરપાલિકામાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ માં નાણાની ઉચાપતની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન સ્પેશ્યલ સિવિલ અરજી કોંગ્રેસ પક્ષના તે સમયના વિરોધ પક્ષના નેતા ધીરુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી કોર્ટમાં દાદ માંગેલી કે મોરબી નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ લલિતભાઇ કામરિયા અને પાલિકાના ચીફ ઓફિસર ગિરિશભાઇ સરૈયાએ બિન કાયદેસર રીતે કોય પણ પ્રકારની જાહેરાત કે જનરલ બોર્ડના ઠરાવ કાગળ ઉપર રોજમદાર કર્મચારીની ભરતી કરેલ છે અને આ કર્મચારીના વેતન ચૂકવવામાં ઉચાપત કરવામાં આવેલ છે. જે બાબતની હાઇકોર્ટે દ્વારા ગભિર નોંધ લેવામાં આવેલ છે
મોરબી પાલિકાએ રોજમદાર કર્મચારીને પગારનું ચૂકવણું કર્યું હતું જો કે, તેમાં મૃત્યુ પામેલા કર્મચારીને પણ પગાર આપવામાં આવેલ છે જેમાં અરજી કરનારા ધીરુભાઈ મકવાણાના પિતા ચના મકવાણા, કેશા સમા, કિશોર રમા અને નબુ માનકી સહિતના અવસાન પામેલા લોકોના નામ છે અને કેટલાક તો વર્ષો પહેલા અવસાન પામેલ છે તો પણ તેના પગાર કરવામાં આવેલ છે તો આ મૃત્યુ પામેલ કર્મચારીનો પગાર ક્યાં ગયો તે સવાલ ઉઠી રહ્યો છે
પાલિકામાં પ્રજાના નાણાની ઉચાપત કરનારા ચિફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા અને પ્રમુખ લલિતભાઇ કામરિયા પાસે ૮ અઠવાડીયા જવાબ આપવા હાઇકોર્ટે હુકમ કરેલ છે જેથી આ મુદે તપાસ કરી જવાબદાર સામે પગલા લેવાની માંગણી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે અને ઉચાપત કરવામાં આવી ત્યારે ચિફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા હતા જે હાલમાં પણ મોરબી પાલિકામાં ચિફ ઓફિસર છે માટે તેની બદલી કરીને તપાસથી દૂર રાખવાની અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે
