અમદવાદના સરખેજમાં બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપીને ટંકારામાંથી પકડાયો
SHARE









અમદવાદના સરખેજમાં બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપીને ટંકારામાંથી પકડાયો
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બાઈક ચોરીનો બનાવ બન્યો હતો તે બનાવમાં બાઇકચોર મોરબીના ટંકારા વિસ્તારમાં હોવાની બાતમી ટંકારા પોલીસ સ્ટાફને મળી હતી અને તપાસના અંતે બાઇક ચોરીના આરોપીને પકડીને અમદાવાદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બાઈક ચોરીનો બનાવ બન્યો હતો જેથી કરીને મોરબી જિલ્લા પોલીસવડા ઓડેદરા અને મદદનીશ પોલીસવડા બંસલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ફરાર આરોપીઓ પકડવા તપાસમાં હતો તેમજ સ્ટાફના ફારૂકભાઇ પટેલ તથા શૈલેષભાઇ હૈણ, કલ્પેશભાઇ પટેલ ટંકારા પોલીસ મથકે હાજર હતા તે દરમિયાન શૈલેષભાઇ રવજીભાઇ હૈણને બાતમીદાર દ્વારા ચોક્કસ હકીકત મળેલ કે સરખેજ પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર) માં વાહન ચોરીનો ગુનો નોંધાયો હોય તે ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુભાઇ હરીલાલ સારેસા (ઉમર ૨૨) ધંધો મજુરી રહે.હિરાપર તા.ટંકારા જી.મોરબી વાળો લતીપર ચોકડી પાસેથી મળી આવતા તુરંત તેને પોલીસ મથકે લાવીને તેને ચોરીના બનાવ સંદર્ભે રાઉન્ડઅપ કરીને અમદાવાદ પોલીસના સરખેજ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી અને અમદાવાદ પોલીસને આરોપીનો કબજો સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
અજાણ્યા વૃદ્ધાની ભાળ મળી
મોરબીમાં બે દિવસ પહેલા દલવાડી સર્કલ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ ના સ્ટાફ દ્વારા જુમાબેન નામના વૃદ્ધાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ અજાણ્યા વૃદ્ધાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા વાઇરલ કરાયેલા ફોટાને આધારે ભુજના પત્રકાર બાબુભાઈ દેવરાજભાઈ મહેશ્વરી (૪૭) કે જેઓ જુમાબેનના પુત્ર થતા હોય તેઓએ મોરબી આવીને પોતાની માતા હોવાની કેફીયત આપી હતી.આમ, ઈજાગ્રસ્ત વૃદ્ધાનું નામ જુમાબેન દેવરાજભાઈ મહેશ્વરી (ઉંમર ૭૦) રહે.ખાટકી ફળિયું ખાટકી મસ્જીદની પાસે ભુજ હોવાનું તપાસમાં ખુલ્યું હતું
