મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા


SHARE







































મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા

મોરબીમાં દર વર્ષે ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં સિંધી સમાજ દ્વારા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુ ભવન ખાતે શ્રી ગુરુ નાનક દેવજીના 557 મા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમ તથા લંગર પ્રસાદનો લાભ લીધો હતો

મોરબી સિંધી સમાજના આગેવાને જણાવ્યું હતું કે, આજે શ્રી ગુરુ નાનક દેવજીના 557 મા પ્રકાશ પર્વની ઉજવણીના ભાગરૂપે અખંડ પાઠ, કીર્તન, લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ત્યારે સવારે 5 થી 6:30 વાગ્યા સુધી નિતનેમ, આશા દી વાર, કીર્તન અને અરદાસ, 9:30 વાગ્યે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ અને બપોરે 12:30 વાગ્યે લંગર પ્રસાદ યોજ્યો હતો. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ત્યાં હાજર રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમમાં તથા લંગર પ્રસાદના વિતરણના કાર્યક્રમમાં તેઓએ જોડાઈને તેઓએ પોતાના હસ્તે લંગર પ્રસાદનું વિતરણ પણ કર્યું હતું અને ત્યાર બાદ સાંજે શ્રી ગુરુ નાનક દરબાર, સિંધુ ભવનથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને સિંધુ ભવન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને રાત્રે 10:30 વાગ્યાથી કથા, કીર્તન અને સિમરણનો કાર્યક્રમ યોજાયો હતો  અને મધરાત બાદ પુષ્પવર્ષા કરીને શ્રી ગુરુ નાનક દેવજીનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો  ત્યારે સમસ્ત સિંધી સમાજના લોકો સહપરિવાર સાથે ત્યાં હાજર રહેશે.














Latest News