મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક મળી, વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ
કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે
SHARE
કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે
વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે છે તે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામા આવેલ છે આ ગૃપના સંચાલક શ્રીમતી જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયાએ જણાવ્યુ છે કે, જો માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે તો તેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી શક્યતા છે માટે લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખીને આ વર્ષે રથયાત્રા બંધ રાખવામાં આવેલ છે જેની સમગ્ર જનતાને નોંધ લેવા આગેવાનોએ કહ્યું છે