મોરબી : નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પરત સોંપી દેવાનો ઓરેવા ગ્રુપનો નિર્ણય
SHARE









મોરબી : નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પરત સોંપી દેવાનો ઓરેવા ગ્રુપનો નિર્ણય
વર્ષો પહેલા સંપૂર્ણ રીતે બંધ હાલતમાં પડેલ મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલમાં આશરે એક કરોડ જેટલો ખર્ચો કરી વિશ્વ વિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.
અને વર્ષો સુધી તેનું ખૂબ જ યોગ્ય અને સુંદર સંચાલન પણ કર્યું હતું. રવિવાર તેમજ રજાનાં દિવસો દરમિયાન પણ લોકો ઝૂલતા પુલનો આનંદ માણી શકતા. એમ કહેવું જરાય અસ્થાને નથી કે 365 દિવસ ઝૂલતો પુલ લોકો માટે હરહંમેશ ખુલ્લો રહેતો કારણકે ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સ માટે ડેડીકેટેડ સિવિલ ની ટીમ રાખેલ હતી.
બે વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેક્ટર શ્રી ને પત્ર લખેલ હતો તે સમય દરમિયાન કલેકટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ યોજાઇ જેમાં ટેમ્પરરી રીપેરીંગ કરી અને ચાલુ કરવો અને એગ્રીમેન્ટ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન કરવાના મુદ્દા પર ચર્ચા થયેલ હતી.
બે ત્રણ માસની અંદર એગ્રીમેન્ટ મોકલવાનું હતું જેનો ડ્રાફ્ટ પણ ઓરેવા ગ્રુપ દ્વારા 31-1-2020 ના રોજ નગરપાલિકાને મોકલી આપવામાં આવેલ હતો, સમયાંતરે લેખિત રિમાઇન્ડરો પણ આપેલ હતા પરંતુ ઓરેવા ગ્રુપ ને હજી સુધી એગ્રીમેન્ટ મળેલ નથી.હાલ ઝૂલતા પુલને સંપૂર્ણ રિનોવેટ કરવો પડે તેમ છે આ રિનોવેટ કરવાની તૈયારી પણ ઓરેવા ગ્રુપે દર્શાવી હતી પરંતુ નવું એગ્રીમેન્ટ ન મળવાને કારણે ઓરેવા ગ્રુપ આ રીનોવેશન કરી શકેલ નથી.
નવું એગ્રીમેન્ટ ન થાય તો વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપે આ ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો નિર્ણય લીધો છે.
