મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ
Breaking news
Morbi Today

લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી આપીને કરી ઉત્તરાયણની ઉજવણી


SHARE











લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી આપીને કરી ઉત્તરાયણની ઉજવણી

મોરબીમાં હરહંમેશ તમામ તહેવારોની સર્વધમ સમભાવના ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરી તહેવારોનું સાચા અર્થમાં સોહાર્દ દીપાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વની પણ આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદની ઉક્તિને ચરિતાર્થ કરી ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરી તેમજ શુદ્ધ ઘીના અદડીય અને મીઠાઈ ભેટમાં આપીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને બીજાને આનંદ આપીને એ આનંદની પોતે ખુશી અનુભવીની ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ”અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે.” એમ ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી. કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી છે. જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા આ સેવાના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે જ ઉતરાયણના દિવસે દાન-ધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષામાં કહું તો "લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.






Latest News