મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ
SHARE
મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ
મોરબીના નગર દરવાજા ચોક પાસે પખાલી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 5 શખ્સ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7000 ની રોકડ સાથે તેને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી. જ્યારે ટંકારામાં અમરાપર રોડ ઉપર સરકારી હોસ્પિટલની સામેના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી હતી અને સ્થળ ઉપરથી પોલીસે ત્રણ શખ્સોની 9480 ની રોકડ સાથે ધરપકડ કરી છે જો કે, એક શખ્સ નાસી ગયેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ પખાલી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા (44), રાહુલભાઈ રમેશભાઈ ગોહેલ (27), વિમલભાઈ જયેશભાઈ ચૌહાણ (25), મીતરાજસિંહ કમલેશભાઈ પરમાર (20) જયેન્દ્રસિંહ કિરણસિંહ રાણા (19) રહે. બધા પખાલી શેરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી 7000 રૂપિયા રોકડા કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ટંકારામાં અમરાપર રોડ ઉપર સરકારી હોસ્પિટલ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ગુલામદસ્તગીરી બાબુશા શાહમદાર (43) રહે. કલ્યાણપર રોડ ખારામાં આઈસાબા પીરની દરગાહ પાસે ટંકારા, રાજેશભાઈ ઘોઘાભાઈ વાઘાણી (45) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં. 4 મોરબી અને નવઘણભાઈ મોનાભાઈ ભૂકુ (40) રહે. ત્રણ હાટડી શેરી ટંકારા વાળા મળી આવ્યા હતા જો કે, આદમભાઈ ઉર્ફે આદુ ઈશાભાઈ અબ્રાણી રહે. મોરબી નાકા સરકારી હોસ્પિટલ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 9480 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.