મોરબી : વાંકાનેરનાં ખીજડીયારાજ ગામે લગ્નમાં વધુ ભીડ એકત્ર થતા ગુનો નોંધાયો..!
SHARE









મોરબી : વાંકાનેરનાં ખીજડીયારાજ ગામે લગ્નમાં વધુ ભીડ એકત્ર થતા ગુનો નોંધાયો..!
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ખીજડીયારાજ ગામે લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગમાં સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવામાં આવ્યું ન હોય તેમજ પ્રસંગમાં કોઇએ માસ્ક પહેર્યા ન હોય અને કોઈ જાતના સેનીટાઇઝેશનની વ્યવસ્થા ન રાખવામાં આવી હોય તેમજ વધુ લોકોની ભીડ હોવા અંગેની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરના ખીજડીયારાજ ગામે હુસેનભાઇ અલીભાઈ શેરસીયા જાતે મોમીન (ઉંમર ૫૨) ને ત્યાં કાર્યવાહી કરી હતી.પોલીસ દ્વારા કોરોના ગાઇડલાઇનને અનુસર્યા વિના લગ્ન યોજવામાં આવ્યા હોય અને લગ્નમાં ભારે મોટી ભીડ એકત્ર થઈ હોય ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ હુસેનભાઇ શેરસીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાનો કહેર વધી રહ્યો હોય સરકારી ગાઇડલાઇનને ચોકકસપણે અનુસરવી જ જોઇએ અને તેનુ પાલન કરવુ જ જોઇએ પરંતુ ગુજરાતભરમાં જયાં-ત્યાં દરેક રાજકીય પાર્ટીઓના મિલન-મેળાવડા યોજાય જ છે ત્યાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી અને લગ્ન પ્રસંગ જેવા કાર્યક્રમોમાં આ પ્રકારે ફરિયાદ નોંધાતા લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.
નવ બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે વાંકાનેરના શકતીપરા વિસ્તારમાં રહેણાંક મકાન પાસેના ખંડેર જેવા અન્ય એક બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી હતી.જયાંથી પોલીસને નવ બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૨૭૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં સમીર ઉર્ફે સોનુ ઉર્ફે છોટુ દિલીપભાઈ ઉર્ફે દિલાવર બાબુભાઇ રાઠોડ જાતે સિપાઈ નામના ૨૧ વર્ષીય શકતીપરા વાંકાનેર વિસ્તારમાં રહેતા ઇસમની ધરપકડ કરીને તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
