મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત


SHARE







































મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત

મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાં હાલમાં પાણી ભરેલું છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા જેતપર, ચકમપર અણિયારી અને રાપર સહિતના ગામના ખેડૂતોને સિંચાઇ માટેના પાણીની જરૂર છે તો પણ શિયાળુ પાક માટે ડેમમાંથી પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઘોડાધ્રોઈ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાની વાતને લઈને હાલમાં ગલ્લા તલ્લા કરવામા આવી રહ્યા છે જેથી કરીને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજ રણસરિયાની આગેવાનીમાં ખેડૂતો ઘોડાધ્રોઈ ડેમ ખાતે પહોચ્યા હતા અને ત્યાં ખેડૂતો પાસેથી પાણી આપવાના ફોર્મ ઘણા દિવસો પહેલા સ્વીકારી લેવામાં આવેલ છે તો પાણી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે હાલમાં સિંચાઇ માટે પાણી કેમ છોડવામાં આવતું નથી તેવો સવાલ કરવામાં આવ્યો હતો અને વહેલી તકે પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, ઘોડાધ્રોઈ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવશે તેવી ખેડૂતો પાસેથી ફોર્મ લેવામાં આવ્યા હતા માટે ખેડૂતોને આશા હતી જો કે, પાણીની આશાએ ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી નાખી છે અને હવે પાણીની જરૂર  છે ત્યારે ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી જેથી ઘણા ગામના ખેડૂતો હેરાન છે ત્યારે ખેડૂતોને સાથે રાખીને પંકજ રાણસરીયા ઘોડાધ્રોઈ ડેમ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીઓને ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવા માટેની રજુઆત કરી હતી ત્યારે અધિકારીએ ખાતરી આપી હતી કે તા. 26 ના રોજ સાંજે 6 વાગ્યા પહેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.














Latest News