મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી
Breaking news
Morbi Today

મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન


SHARE







































મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન

24 નવેમ્બર 2026 કારતક સુદ પૂનમના રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં મોટી માલવણ ખાતે સમગ્ર ગુજરાતમાં વસતા મારવણિયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માતાજીના મંદિરે હવન, પરિવાર દ્વારા નિર્મિત વાડીમાં સ્નેહ મિલન, K.G. થી P.G.વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ,વિશિષ્ટ સિધ્ધિ સન્માન,વ્યક્તિ વિશેષ અને અંતમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મારવણીયા પરિવારના પૂર્વ પ્રમુખ તરશીભાઈ જીવરાજભાઈ મારવણીયાની પૌત્રી, શકત શનાળા પ્લોટ શાળાના પ્રિન્સીપાલ હર્ષદભાઈ મારવણીયા અને મીનાબેન હર્ષદભાઈ મારવણીયાની દીકરી કુમારી જેની હર્ષદભાઈ મારવણિયાએ S.S.C. બોર્ડ -2025 ગણિત, વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ સાથે 97.50 % સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠા નંબરે અને મારવણીયા પરિવારમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી માતા-પિતા અને મારવણીયા પરિવારનું ગૌરવ વધારવા બદલ ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરિવારના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ હોદા પર બિરાજમાન સહુ કોઈએ કુમારી જેનીને ખાસ અભિનંદન આપ્યા હતા અને સંસ્થાના પ્રમુખ,મંત્રી અને પરિવારના વડીલોએ પ્રસંગોપાત વક્તવ્યો અને વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ત્રિભોવનભાઇ મારવણીયાએ કર્યું હતું અને આભારવિધિ હર્ષદભાઈ મારવણીયાએ કરી હતી.














Latest News