મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ લેતાં પરણિતાનું મોત


SHARE

















મોરબીના રવાપર ગામે કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ લેતાં પરણિતાનું મોત

મોરબીના રવાપર ગામે આવેલા ૧૫૮ ફલોરા એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ મહિલાને કેન્સરની બીમારી હોય અને બિમારીથી કંટાળી જઈને મહિલાએ ઘુનડા રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ લેતાં તેણીનું મોત નીપજ્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ધનંજયભાઈ શાંતિલાલ માકાસણા જાતે પટેલ (૩૧) રહે. સંગમ એપાર્ટમેન્ટ કેનાલ રોડ મોરબીએ જાહેર કર્યુ હતુ કે તેઓના ભાભી ધરતીબેન નિલેશભાઈ વિઠ્ઠલભાઈ માકાસણા જાતે પટેલ (ઉંમર વર્ષ ૪૦) રહે.૧૫૮-ફલોરા એપાર્ટમેન્ટ ઘુનજા રોડ રવાપર મોરબી કે જેઓને કેન્સરની બીમારી હોય અને કેન્સરની બીમારીથી કંટાળી જઇને તેમના ભાભી ધરતીબેન નિલેશભાઈ માકાસણાએ તા.૧૫ ના બપોરના ત્રણ વાગ્યા પહેલા કોઇપણ સમયે ઘુનડા રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.બનાવની જાણ થતાં એન.એસ.મેસવાણીયાએ આપઘાતના ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાતા મજૂર યુવાનનું મોત

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર-નાની કેનાલ રોડ શ્રીવીલા એપાર્ટમેન્ટમાં રહેતા દુર્લભજીભાઈ જેરામભાઈ ધમાસણાએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતુ કે, વાંકાનેરના ઢુવા ચોકડીથી સરતાનપરના રસ્તે આવેલા નિધિ માઈક્રો નામના કારખાનામાં લેબર કવાટરમાંષરહેતા અને મુળ મધ્યપ્રદેશના રામચંદ્ર ભાગીરથ માલવિયા જાતે આદિવાસી નામના ૩૭ વર્ષીય મજુર યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાસો ખાઇ લેતાં તેનું મોત નીપજયું છે.ડેડબોડીને પીએમ માટે ખસેડાતા વાંકાનેર તાલુકા પોલીસ મથક બીટ જમાદાર જે.જી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરતાં ખૂલ્યું હતું કે, મૃતક રામચંદ્ર માલવિયાના છૂટાછેડા થઈ ગયા હોય અને તેમના પત્નીએ અન્યત્ર લગ્ન પણ કરી લીધા છે. જ્યારે મૃતકને માતા-પિતા કે સંતાનમાં પણ કોઇ ન હોય એકલવાયા જીવનથી કંટાળી જઇને તેઓએ સંભવતઃ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજેલ છે અને હાલ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News