મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાંથી ગુમ થયેલ આધેડની ભાળ મળી


SHARE











મોરબીના લાયન્સનગરમાંથી ગુમ થયેલ આધેડની ભાળ મળી 

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉંમર ૨૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આર્થિક ચિંતાના કારણે તેઓ ઘરેથી ઇંડા લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા નથી.જેથી પરેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ કિશોરભાઇ પરમારને શોધવા માટે તપાસ કરી રહી હતી.તે દરમિયાનમાં ગુમ થયેલા કિશોરભાઇ પરમાર ઘરે હાજર થયા હતા અને બાદમાં તેઓએ બીટ જમાદાર વી.ડી.મેતાને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાના લાધે ચોકીદારી સિવાય અન્ય કોઈ કામ કરી શકતા ન હોય તેમજ મગજમાં ખોટા વિચાર આવતા હોય તેઓની ભત્રીજી પારૂલબેન કેજે જોડિયા(ધ્રોલ) નજીકના મોટા વાગુદળ ગામે સાસરે હોય ત્યાં તેણીને મળવા જવાની ઈચ્છા થઈ હતી જેથી કરીને ઘરે કોઈને જાણ કર્યા વિના તેઓ ત્યાં ગયા હતા..! પોલીસે કિશોરભાઈનું ઉપરોક્ત નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ રામદેવપીરના મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર-બાઇક અકસ્માતમાં ઈજાઓ થતા સુરેશભાઇ મહાદેવભાઇ નકુમને સારવારમાં લઇ જવાયો હતો.જયારે મોરબી તાલુકાના ડાયમંડનગર (આમરણ) ગામે રહેતો ભાવિન રમેશભાઈ રાઠોડ નામનો ૩૫ વર્ષીય યુવાન હળવદ બાજુથી મોરબી તરફ કારમાં આવતો હતો ત્યારે ટોલનાકા પાસે કાર પલ્ટી જતાં ઇજાગ્રસ્ત ભાવિન રાઠોડને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

તરૂણ-યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ૨૫ વારિયા આવાસ યોજના વિસ્તારમાં રહેતો મુખ્તાર યુસુફ સોહરવદી નામનો ૧૬ વર્ષીય યુવાન મોરબીના બાપાસીતારામ ચોક ભવાની સોડા પાસે હતો ત્યાં બાઈકચાલક સાથે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણા નજીક આવેલ વિશાલા હોટલ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલ આસિફ ઈસાભાઈ જેડા નામના ૨૨ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News