​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત


SHARE







































મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, રેકર્ડ, સુરક્ષા વ્યવસ્થા તેમજ પોલીસ કર્મચારીઓ અને નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આ મુલાકાત દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મુલાકાત કરી પોલીસ સ્ટેશનની કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટરો અને રેકર્ડની તપાસણી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના આફિસર, લોકઅપ, આરોપીઓની પૂછપરછ સંબંધિત કામગીરી તેમજ ઓનલાઇન રેકર્ડની વિગતો અંગે જાણકારી મેળવવામાં આવી હતી. અને ક્રાઇમ વિભાગમાં મુદામાલ રજીસ્ટર અને મુદામાલની ચકાસણી, મુદામાલના નિકાલ સંબંધિત પ્રક્રિયા તેમજ આર્મ્સ અને એમ્યુનિશન અંગેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક સંબંધિત કામગીરી, વાહન વ્યવસ્થા અને પોલીસ લાઇનની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના કેમ્પસમાં આવેલી સુવિધાઓ, પોલીસ લાઇનના મકાનો તેમજ મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ નવા નિર્માણ પામી રહેલા મહિલા પોલીસ સ્ટેશન અને સાયબર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ તેની સુવિધાઓ અને કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.














Latest News