મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિષ્ણુ સહસ્ત્રનામનું સામૂહિક પઠન કરાયું
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિષ્ણુ સહસ્ત્રનામનું સામૂહિક પઠન કરાયું
મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વિષ્ણુ સહસ્ત્રનામ સામુહિક પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વાસ સંસ્થાના સ્થાપક ડો. શ્રીધરન ગુરુજી (ચેન્નઈ), બાલા સુબ્રમણ્યમ (ઇન્ચાર્જ ઓફ સત્સંગ), સુંદર શર્મા, ક્રિષ્ના મોહનજી હાજર રહ્યા હતાં. તેમજ શાળાના પ્રધાનાચાર્ય વિવેક ગુરુજી અને તમામ એચઓડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓની યાદશક્તિમાં વધારો થાય છે, વાતાવરણ શુદ્ધ બને છે, સકારાત્મક ઊર્જા મળે છે, જીવન જીવવાનો નવો દૃષ્ટિ કોણ મળે છે તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનું પઠન ઘરમાં કરવાથી બીમાર વ્યક્તિમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ કાર્યક્રમમાં ધો. 8 અને 9ના કુલ 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમના શ્લોક પઠન માટે નાગ સત્ય નાયડુ દીદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક કિશોર ગુરુજીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે યોજાયો હતો