​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE







































મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

પશુપાલન વ્યવસાયને વેગ મળે અને પશુપાલકોની આવકમાં વધારો થાય તે હેતુથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ‘સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ બેંક ધિરાણ પર ૫ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓ માટે ૭.૫%, મહિલા તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત/જનજાતિના લાભાર્થીઓ માટે ૮.૫% તેમજ ગીર/કાંકરેજ ઓલાદ માટે મહત્તમ ૧૨% વ્યાજ સહાય મળવાપાત્ર છે. 

આ ઉપરાંત કેટલશેડ બાંધકામ માટે મહત્તમ ₹૧.૫૦ લાખ (ગીર/કાંકરેજ માટે ₹૨.૨૫ લાખ), ૩ વર્ષના પશુ વીમા પ્રીમિયમ પર મહત્તમ ₹૪૩,૨૦૦ (ગીર/કાંકરેજ માટે ₹૫૧,૮૪૦) તેમજ ચાફકટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન જેવા સાધનો માટે અનુક્રમે ૧૮,૦૦૦, ૯,૦૦૦ અને ૩૩,૭૫૦ (ગીર/કાંકરેજ માટે અનુક્રમે ૨૧,૬૦૦, ૧૦,૮૦૦ અને ૪૦,૫૦૦) ની સહાય મળવાપાત્ર છે. મોરબી જિલ્લાના પશુપાલકો અને સ્વ-સહાય જૂથો આ યોજનાનો લાભ મેળવી શકે છે, જેમાં રિઝર્વ બેંક માન્ય બેંક/નાણાકીય સંસ્થામાંથી ધિરાણ મંજૂર હોવું તેમજ પોતાની માલિકીની, ભોગવટાની કે લીઝ પરની જમીન સહિતની શરતો પૂર્ણ થતી હોવી જરૂરી છે. બેંક ધિરાણ મંજૂર થયા બાદ લાભાર્થીઓએ રાજ્ય સરકારના i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે નજીકના સરકારી પશુ દવાખાના અથવા મોરબી જિલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામકની કચેરીનો સંપર્ક સાધવા મોરબી નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું છે














Latest News