​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ


SHARE







































મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ

નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસ, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો મજબૂત પાયો આંગણવાડી કેન્દ્રોથી રચાય છે. મોરબી જિલ્લામાં બાળકોને આ સેવાઓ સ્વચ્છ, સુવિધાયુક્ત અને આધુનિક વાતાવરણમાં મળી રહે તે માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન અને સંવેદનશીલ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ જ દિશામાં મોરબી જિલ્લામાં કુલ ૧૪૨ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી બાળકોના શિક્ષણ અને પોષણની વ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે.

મોરબી જિલ્લામાં હાલ ભાડાના તથા અન્ય મકાનોમાં ચાલતા કુલ ૨૩૧ આંગણવાડી કેન્દ્રો પૈકી જ્યાં જમીન ઉપલબ્ધ છે તેવા ૧૪૨ કેન્દ્રોનું વર્ષ ૨૦૨૬-૨૭માં નવું બાંધકામ કરવાનું સુઆયોજિત આયોજન કરાયું છે. આ પૈકી સરકાર દ્વારા ૩૩ આંગણવાડી કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. ૧૬ લાખ લેખે કુલ રૂ. ૫.૨૮ કરોડ તેમજ ૨૩ આંગણવાડી કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. ૧૮ લાખ લેખે કુલ રૂ. ૪.૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત GSPC અંતર્ગત ૩૦ કેન્દ્રો અને મોડ્યુલર આંગણવાડી યોજના હેઠળ ૩૫ કેન્દ્રો મંજૂર કરાયા છે. સાથોસાથ જિલ્લા કક્ષાએ DMF યોજના અંતર્ગત ૧૦ આંગણવાડી કેન્દ્રો માટે રૂ. ૧.૬૦ કરોડ તથા જિલ્લા કક્ષાએ વિવિધ યોજનાઓ હેઠળ ૧૧ આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.


નવા બાંધકામની સાથે-સાથે કાર્યરત કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બનાવવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મોરબી જિલ્લાની ૧૧૫ આંગણવાડીઓના રિનોવેશન તથા આધુનિક આંગણવાડી તરીકે વિકસાવવા માટે રાજ્ય કક્ષાએથી રૂ. ૨.૩૦ કરોડ અને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રૂ. ૧ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. વધુમાં, વર્ષ ૨૦૨૬-૨૭માં જિલ્લાની આંગણવાડીઓને સુવિધાયુક્ત બનાવવા જિલ્લા કક્ષાની DMF યોજના હેઠળ ૨૦૮ વિવિધ કામો માટે રૂ. ૩.૫૬ કરોડની રકમ મંજૂર થઈ છે.

આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મોરબી જિલ્લામાં આંગણવાડી માટે ૫ નવી જમીનના હુકમ કરવામાં આવ્યા છે અને અન્ય સ્થળોએ જમીન ફાળવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. મોરબી જિલ્લામાં આંગણવાડીઓના નવા બાંધકામ, નવીનીકરણ અને સુવિધા વિસ્તરણના આ તમામ કામો હાલ ઝડપથી પ્રગતિ હેઠળ છે. આવનાર સમયમાં બાકી રહેલા કેન્દ્રોમાં પણ બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક માહોલમાં પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે.














Latest News