​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે


SHARE







































સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની સમીક્ષા બેઠક અંતર્ગત પાણી પુરવઠા બોર્ડ હેઠળ રિજુવીનેશન કાર્યક્રમના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત માળિયા અને મોરબી તાલુકાના કુલ ૪ ગામોમાં સંપ, પમ્પરૂમ, પમ્પિંગ મશીનરી અને સંલગ્ન જોડાણની પાઈપલાઈન માટે કુલ ૬૨,૬૧,૮૭૭ ના અંદાજિત કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં મંજૂર કરાયેલા કામોમાં માળિયા તાલુકાના મેઘપર ગામે રૂ. ૭.૬૦ લાખથી વધુ તથા નાની બરાર ગામે રૂ. ૧૨.૭૮ થી વધુના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી તાલુકાના ઝીંકીયાળી ગામે રૂ. ૧૨.૭૮ લાખ તેમજ જેતપર ગામે ૨ સંપ સહિતની કામગીરી માટે રૂ. ૨૯.૪૩ થી વધુના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, જળાશયોના જથ્થા અને નિયમિત ક્લોરિનેશન અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરીને સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News