​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં ૧૪૨ નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ સૈદ્ધાંતિક મંજૂરી: માળિયા-મોરબી તાલુકાના ૪ ગામો માટે ૬૨.૬૧ લાખના પાણી પુરવઠા બોર્ડના કામો હાથ ધરાશે હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર મોરબી જીલ્લામાં ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારી સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી મોરબીમાં કલેકટરે લીધી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી


SHARE







































મોરબી સરકારી ITI ના તાલીમાર્થીઓ-શિક્ષકોએ લીધી મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની મુલાકાત લીધી

મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓને ઔદ્યોગિક કાર્યપદ્ધતિ, મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તે હેતુથી નવેમ્બર–૨૦૨૬ દરમિયાન મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ અને સંલગ્ન ઔદ્યોગિક એકમોની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં મોરબી સંસ્થાના વિવિધ ટ્રેડમાંથી કુલ ૧૧૨ તાલીમાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લઈ વાસ્તવિક ઔદ્યોગિક કામગીરીને નજીકથી નિહાળી હતી 

મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓ અને શિક્ષકોએ અદાણી વિલમાર, અદાણી સોલર, થર્મલ પ્લાન્ટ, વેસ્ટ ઝોન તથા પોર્ટની કામગીરીનું પ્રત્યક્ષ અવલોકન કર્યું હતું. આ પ્રકારની ઔદ્યોગિક મુલાકાતથી તાલીમાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થવા સાથે તાલીમ પ્રત્યે નવો ઉત્સાહ અને શીખવાની પ્રેરણા મળી હતી તેવું મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.














Latest News