મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા


SHARE













મોરબીના ઘુંટુ પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને ઇજા

મોરબીના હળવદ હાઈવે ઉપર ઘુંટુ ગામ પાસે ઓટો રિક્ષાને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઓટોરિક્ષા ચાલક સહિત સાત લોકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામ પાસે નેકસીઓન સિરામીક નજીકથી ઓટોરિક્ષા લઈને પસાર થતા રિક્ષા ચાલકની રિક્ષાને આર્ટિગા કાર નંબર જીજે ૩૬ બી ૨૮૭૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષાચાલક વાલજીભાઈ પ્રભુભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૫૫) રહે.સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ મોરબી મૂળ રહે.ખારેચીયા તા.મોરબી તેમજ રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા ગિરિરાજસિંહ વિક્રમસિંહ મોરી અને જીગ્મેશસિંહ ભરતસિંહ પરમાર રહે.બંને ઉંચીમાંડલ તેમજ પારૂલબેન મોહનભાઈ લુહાર (૪૩), ગોવિંદભાઈ ભુરાભાઈ લુહાર (૧૮), અલુબેન મેઘુભાઈ લુહાર (૬૦) અને કાળીબેન ભુરાભાઈ લુહાર (૪૦) રહે.તમામ રતનાલ (કચ્છ) વાળાઓને નાના-મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા.હાલમાં રિક્ષાના ચાલક વાલજીભાઈ દેગામાએ ઉપરોકત નંબરની અર્ટિગા કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે કાર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવારીયા ગામે રહેતા અને મજૂરીકામ કરતા પરિવારના રાવીબેન અમિતભાઇ રાઠોડ નામની ૪૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમને અમિતભાઈ સારવાર માટે સિવિલે લાવ્યા હતા.રાવીબેનનો લગ્નગાળો ૧૪ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.સિનિલ હોસ્પિટલે રાવીબેનને એડમીટ કરવામાં આવેલા હોય તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા બનાવના કારણે અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News