મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે યુવાન-બે મહિલા સહિત ચારને માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રામ કૃષ્ણનગર પાસે અગાઉ એકટીવા ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન અને બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગર બ્લોક નંબર બી-૧ માં રહેતા ભરતભાઈ દિનેશભાઈ કણજારીયા (ઉમર ૨૫)એ હાલમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહનો ભાઈ તેમજ અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સિઝન સેન્ટરની દુકાન પાસે અગાઉ એકટીવા ધિમુ ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ કારમાં આવીને હિતેન્દ્રસિંહ તેમજ તેના ભાઈ અને અન્ય બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો તેમજ ત્યાં વચ્ચે પડેલ કિંજલબેન, હીનાબેન અને તેના પિતા દિનેશભાઈને પણ માર મારવામાં આવ્યો હતો જે બનાવની ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા દરબાર (૩૦) રહે.નિત્યાનંદ સોસાયટી મોરબી-૨, મહાવીરસિંહ છોટુભા જાડેજા (૩૮) રહે.પીલુડી (વાઘપર) તા.જી.મોરબી અને મનોજ ઉર્ફે શન્ની બળદેવ સોલંકી (૩૬) રહે.જનકપુરી ટીંબડીના પાટીયા પાસે મોરબી-૨ વાળાની મોરબી બી ડીવીજન પીએસઆઇ એલ.એન.વાઢીયાએ ધરપકડ કરેલ છે.




Latest News