મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક આગળ જતાં ટ્રક પાછળ ટ્રક અથડાતાં કલીનરનું મોત, ડ્રાઇવર સારવારમાં


SHARE

















મોરબીના જાંબુડીયા નજીક આગળ જતાં ટ્રક પાછળ ટ્રક અથડાતાં કલીનરનું મોત, ડ્રાઇવર સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયાના ઓવરબ્રીજની પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પાછળના ટ્રકના રાજસ્થાની કલીનરનું મોત નિપજેલ છે તેમજ ડ્રાઇવરને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામના ઓવરબ્રીજની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આગળ જતાં ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ જતો ટ્રક આગળના ટ્રકની સાથે અથડાતાં ટ્રકની કેબીનમાં બેઠેલ કલીનર એવા રાજસ્થાનના રહેવાસી કનૈયાભાઈ શ્રવણભાઈ બલાઇ (ઉમર ૨૫) નામના અપરિણીત યુવાનનું મોત નીપજ્યું હતું.જ્યારે મૃતકનો માસીયાઈ ભાઈ એવો મહેશ મેઘવંતસિંહ ડ્રાઇવિંગ કરી રહ્યો હોય તેને ઇજા પહોંચેલી હોવાથી હાલ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.મૃતક કનૈયાભાઈ બલાઈની ડેડબોડીને ટ્રાન્સપોર્ટર શિવલાલભાઈએ સીવીલે ખસેડતા હોસ્પિટલ સૂત્રો તરફથી મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.જેથી હાલ બીટ જમાદાર અજીતસિંહ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક કનૈયાભાઈ અને તેનો માસીયાઇ ભાઈ મહેશ મેઘવંતસિંહ બંને ટ્રક લઈને રાજસ્થાનથી મોરબી આવ્યા હતા અને અહીં તેઓ જાંબુડીયા તરફથી ટ્રાન્સપોર્ટની ઓફિસે ટીંબડીના પાટીયા બાજુ ટ્રક લઈને જતા હતા ત્યારે જાંબુડીયા નજીક ઓવરબ્રિજ પાસે તેમના ટ્રકની આગળ જતાં ટ્રકે બ્રેક મારતા પાછળ જતો તેમનો ટ્રક આગળના ટ્રકની સાથે અથડાઇ ગયો હતો.જેમાં પાછળના ટ્રકના કલીનર કનૈયાભાઈ બલાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે ડ્રાઇવર મહેશ મેઘવંતસિંહને ઈજાઓ પહોંચી હોય તેને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી મીનાબેન બાબુભાઈ સોમાભાઈ દલસાણીયા નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ કારણોસર દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી. જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામે રહેતા જયાબેન ધીરૂભાઈ અમરશીભાઈ ધણાદીયા નામની ૫૫ વર્ષીય મહિલાએ પણ કોઈ કારણોસર ઘેર ઝેરી દવા પી લેતા તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાતા એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરી હતી.તેમજ મોરબીના વાવડી ગામે રહેતા અશોકભાઇ આત્મારામભાઇ ગજ્જરા નામના ૫૪ વર્ષીય આધેડ મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઇને જતા હતા ત્યારે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત અશોકભાઈને સારવારમાં ખસેડાયા હતા.

 




Latest News