મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વિરવિદરકામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા માટે ગુમ થયેલા આદિવાસી પરિવારને શોધવા કવાયત


SHARE

















માળીયા(મી)ના વિરવિદરકામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા માટે ગુમ થયેલા આદિવાસી પરિવારને શોધવા કવાયત

માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે જઈને લાશને પીએમ માટે ખસેડી હતી અને મૃતક યુવાન વીરવિદરકા ગામનો જ હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે અને જે જગ્યાએ હત્યા કરવામાં આવી છે ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં તેની શંકાના આધારે તપાસ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને ગામના સરપંચ દ્વારા આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહે, વિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વિરવિદરકા ગામે જે રોહિતભાઈની હત્યા કરવામાં આવી છે તેને હત્યારાએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા માર્યા હતા અને તેની હત્યા કરવામાં આવી છે આટલું જ નહીં હત્યાના આ બનાવ પછી ત્યાં રહેતા આદિવાસી હાલમાં સ્થળ ઉપર નથી જેથી કરીને પોલીસ અને પરિવારજનોએ તેની સામે શંકાની સોય તાંકીને તેને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે અને હત્યારો ઝડપશે પછી જ યુવાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની માહિતી સામે આવશે માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે તે બનાવમાં પોલીસે હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, ગામના જ યુવાનની હત્યા કોણે કરી અને શા માટે કરી તે પ્રશ્નની ગુથી કયારે ઉકેલાશે તે પ્રશ્ન છે.




Latest News